________________
ધર્મ ઃ વધારવો છે કે બચાવવો છે ?
સપડાઈ ગયો હતો એ શ્રીમંતનો નબીરો ગુંડાની ગલીમાં. આમ તો એ રૂપિયાની થપ્પીઓ લઈને નીકળ્યો હતો બજારમાં જવા માટે પણ ગફલતથી એના પગ વળી ગયા ગુંડાની ગલીમાં. અને જ્યારે એને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો ત્યારે એણે નક્કી કરી દીધું કે અહીં પૈસા કમાવાની મહેનત હવે કરવા જેવી નથી. જે પણ મહેનત કરવાની છે એ પૈસા બચાવવાની જ કરવાની છે. અને ચાલાકીપૂર્વક જુદી જુદી ગલીના વળાંકો પર વળતા રહીને એ મુખ્ય રસ્તા પર આવી ગયો, પૈસા બચાવી લેવામાં એ સફળ બનીગયો.
- ઘરેથી બહાર નીકળો છો તમે પ્રભુના મંદિરે જવા. દર્શન પ્રભુના કરીને તમે તમારી આંખને બનાવી દેવા માગો છો નિર્મળ પણ સબૂર ! મંદિરે પહોંચતા પહેલાં તમારી આંખ સામે આવતા રહે છે પિક્યરનાં અશ્લીલ પોસ્ટર્સ. એના પર તમારી નજર પડી નથી અને તમારું સમગ્રચેતનાતંત્ર વાસનાથી વ્યાપ્ત બન્યું નથી.
જવાબ આપો.
આવા સમયે તમે કરો શું? ધર્મ કરવાના પ્રયાસો કે ધર્મ બચાવી લેવાના પ્રયાસો? નિર્વિકારભાવની મૂડીને વધારવાના પ્રયાસો કે પવિત્રતાની જે પણ મૂડી હાથવગી છે એને ટકાવી રાખવાના પ્રયાસો?