________________
સમાધિની કળાના સ્વામી ખરા ?
દર્શક બનીને માણસ જો પિશ્ચર જોઈ શકે છે, નાટક જોઈ શકે છે, મેચ જોઈ શકે છે, સરકસ જોઈ શકે છે, ઘોડાઓની દોડ જોઈ શકે છે અને પોતાની સ્વસ્થતા પણ ટકાવી શકે છે.
તો પછી સ્વજીવનમાં બનતા જાતજાતના અને ભાતભાતના પ્રસંગોને દૃષ્ટા બનીને નિહાળતા રહેવામાં આપણને તકલીફ ક્યાં પડે છે? બૅટ્સમૅન શૂન્ય રને આઉટ થઈ ગયો છતાં સ્વસ્થતા ટકી રહી કારણ કે માણસ દર્શક હતો. ધંધામાં એક પણ રૂપિયાની આજે બોણી ન થઈ અને છતાં પ્રસન્નતા ટકાવી રાખવી છે એમ ને? દર્શક બની જાઓ. જવાબ આપો.
કદાચ તમે વાતચીતના અને ધંધાના ખેલાડી હશો. ક્રિકેટના અને ટેનિસના ખેલાડી પણ હશો પણ સમાધિ ટકાવી રાખવાના તમે ખેલાડી ખરા? સમાધિની કળાના તમે સ્વામી ખરા? જો હા, તો તમે જીવન જીતી ગયા છો!