Book Title: Laboratary Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 1
________________ મારા કરતાં વધુ ધર્મી મારાથી વધુ દુઃખી કેમ ? મારા કરતાં વધુ ખરાબ-દુર્જન અને પાપી માણસને મારા કરતાં વધુ સુખી હું જોઉં છું અને મારા મનમાં ઊંડે ઊંડે એક પ્રકારની વેદના ઊભી થઈ જાય છે. કુદરતના રાજ્યમાં આ અંધેર? ધર્મી દુઃખી અને પાપી સુખી?” પણ સબૂર! તમારા કરતાં વધુ સારા-સજ્જન અને ધર્મી માણસને તમારા કરતાં વધુ તકલીફો ભોગવતો તમે જુઓ, વધુ દુઃખોનો શિકાર બનતો તમે જુઓ, વધુ વેદનાઓની વચ્ચે જીવન ગુજારતો તમે જુઓ ત્યારે તમને એવો વિચાર આવે ખરો કે ‘કુદરતના રાજ્યમાં આ અન્યાય? હું ઓછો ધર્મી અને છતાં મને સુખ વધુ જ્યારે સામો વધુ ધર્મી અને છતાં એને દુઃખ વધુ! આ કેમ ચાલે?'Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 100