________________
હતુતુમાંથી ખોખોમાં આવી જવાની તૈયારી ખરી ?
રમત તો હુતુતુ ની પણ હું રમ્યો છું અને ‘ખો ખો’ ની પણ રમ્યો છું; પરંતુ અનુભવ એમ કહે છે “હુતુતુ'ની રમતે મને થકવી નાખ્યો છે જ્યારે ‘ખો ખો' ની રમતે મને હસતો રાખ્યો છે. કારણ? ‘હુતુતુ’ માં સામાની ટાંગ ખેંચવાની હતી જ્યારે ‘ખો ખો’ માં સામાને દાવ આપી દેવાનો હતો.
જવાબ આપો.
જીવનની આ જમીન પર અત્યારે કઈ રમત ચાલુ છે? પ્રતિસ્પર્ધાની કે સહકારની? બીજાને પછાડતા રહેવાની કે બીજાને આગળ વધવા દેવામાં સંમત થઈ જવાની? ચોવીસેય કલાક મનને અનુભવ શેનો રહે છે? પ્રસન્નતાનો કે ઉદ્વિગ્નતાનો? હળવાશનો કે તનાવનો? ઉલ્લાસનો કે ઉકળાટનો?
યાદ જ હશે કે “હુતુતુ' ની રમતમાં શ્વાસ એકધારો ટકાવી રાખવો પડે છે અને એમાં હાંફી જવાય છે. ફાવી જવું છે જીવનમાં? “ખો ખો’ પર આવી જાઓ.