Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 73
________________ પ્રભ પર અવિશ્વાસ ? આપણે ઊઠી જશે પેઢી સરાફી હતી. વરસોથી શહેરમાં એનું નામ હતું. શાખ એની જબરદસ્ત હતી પણ ગમે તે કારણસર બજારમાં એ પેઢી ‘કાચી પડ્યા’ ની અફવા ઊડી. લોકોનો એ પેઢી પરથી વિશ્વાસ ઊઠી ગયો. અને પરિણામ? એ પેઢી ઊઠી જ ગઈ! - પ્રભુની પૂજા વરસોથી ચાલુ હતી અને છતાં ધંધામાં ખોટ આવી ! તપશ્ચર્યા જીવનમાં ચાલુ હતી અને છતાં શરીરમાં રોગોએ દેખા દીધી ! દાનધર્મની આરાધના જીવનમાં ઠીકઠીક પ્રમાણમાં ચાલુ હતી અને છતાં લાખોની ઉઘરાણી ડૂબી ગઈ ! જીવદયાનાં કાર્મો જીવનમાં ખૂબ કર્યા હતા અને છતાં એક્સિડન્ટમાં પગે ફ્રેક્ટર થઈ ગયું. જવાબ આપો. આટઆટલી પ્રતિકૂળતા છતાંય પ્રભુ પરનો, ધર્મ પરનો આપણો વિશ્વાસ ઊઠી જતો તો નથી ને? યાદ રાખજો. પેઢી પર અવિશ્વાસ, પેઢી ઊઠી જાય છે, પણ પ્રભુ પરના અવિશ્વાસમાં તો આપણે જ ઊઠી જઈએ છીએ! ૭૩

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100