Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 91
________________ અનુમાન આ જ કરીએ ને કે... અચાનક તમારી નજર તમારા ઘરની બિલકુલ સામે જ રહેલા બિલ્ડિંગ પર ગઈ. પહેલા માળે ખુલ્લાં ઘરની બારીમાંથી તમને જે કાંઈ દેખાયું એ જોઈને તમે સ્તબ્ધ થઈ ગયા. સોફાસેટ પર બેસેલા ૨૪ વરસની વયના દીકરાના ગળામાં માતા-પિતા હાર પહેરાવી રહ્યા હતા. એની ત્રણેય બહેનો એના કપાળ પર તિલક કરી રહી હતી. બાળકો એના મુખમાં પેંડો આપી રહ્યા હતા. સાચું બોલો. આ દૃશ્ય જોઈને તમે કલ્પના શેની કરો? આ જ ને કે એણે ચોક્કસ કંઈ એવું સારું કામ કર્યું હશે કે જેના કારણે પરિવારના સહુ સભ્યો અત્યારે એનું અભિવાદન કરી રહ્યા છે. જવાબ આપો. આ જગતની કોઈ પણ વ્યક્તિને સુખી-સ્વસ્થ-મસ્ત અને તંદુરસ્ત જોઈને તમે આ જ અનુમાન કરો ને કે “નક્કી એણે આ જનમમાં કે ગત જનમમાં કંઈક તો સત્કાર્યો કર્યા જ છે કે જેના કારણે કુદરતે એને આટઆટલાં સુખો આપ્યા છે ! બાકી જો એના ચોપડે દુષ્કાર્યો જ નોંધાયા હોત તો તો કુદરત એની હાલત બગાડી નાખત પણ એને મળેલાં અને મળી રહેલાં સુખો એ નક્કી એનાં સત્કાર્યસેવનનું જ ફળ તમારું આ અનુમાન પાકું?

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100