Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 93
________________ મેં ક્યાંક તો ગરબડ કરી જ હશે... રસ્તા પરથી તમે પસાર થઈ રહ્યા હતા અને અચાનક તમારી નજર રસ્તાના નાકે રહેલ ખુલ્લી દુકાન પર પડી. પાંચ સાત યુવાનો ભેગા થઈને એક યુવાનને બેરહમીથી મારી રહ્યા હતા. તમે ત્યાંથી ભલે આગળ તો નીકળી ગયા પણ એ દશ્ય જોયા બાદ તમારા મનમાં એક કલ્પના તો અવશ્ય ઊભી થઈ હોય કે ‘એ યુવકે કાં તો દુકાનમાં પોતાનો હાથ અજમાવ્યો હશે અને કાં તો કોક યુવતીની છેડતી કરી હશે. એ સિવાય એના પર આવો સીતમ કોઈ ન જ ગુજારે.” જવાબ આપો. સ્વજીવનમાં જ્યારે પણ દુઃખો આવે છે ત્યારે આ વાત યાદ આવે છે ખરી કે નક્કી, કોક ને કોક ભવમાં મારા હાથે કંઈક નો અપરાધ થઈ જ ગયો હશે એ વિના મારા પર દુઃખો આવે જ શી રીતે ? કુદરતને મારા પર દુઃખો ઝીંકવાનો કોઈ શોખ નહીં હોય પણ મેં પોતે જ ભૂલ કરી હોય તો મને સજાતો થાય જ ને ? ૯૩

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100