Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 92
________________ સજા કોના આધારે ? ભલે, ગુનેગાર જગતની દૃષ્ટિએ ભારે અપરાધી છે. એણે આચરેલો ગુનો ભલે અનેક લોકોએ પોતાની સગી આંખે જોયો છે. સુપ્રીમ કોર્ટમાં એનો કેસ ભલે પાંચ વરસથી ચાલી રહ્યો છે. પણ, સુપ્રિમના ન્યાયાધીશ એનો જે પણ ચુકાદો આપે છે એ ચુકાદો એમણે કાયદાની કલમના આધારે જ આપવો પડે છે, પોતાની મરજીના આધારે નહીં. કબૂલ, સામી વ્યક્તિએ કારણ વિના આપણને હેરાન કરી છે. પાંચ લાખની આપણી ઉઘરાણી કારણ વિના એણે દબાવી રાખી છે. જે અપરાધ આપણે આચર્યો જ નથી એ અપરાધને આપણા નામે ચડાવીને સમાજ વચ્ચે એણે આપણને બદનામ કર્યા છે. પણ જવાબ આપો. એની સામે આપણે જે પણ પગલાં લઈએ, એને જે પણ સજા કરીએ એ પ્રભુની સલાહાનુસાર કે શાસ્ત્રાનુસાર જ કરીએ એ નક્કીખરું?

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100