Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 94
________________ કિંમત આંકી ખરી ? આકર્ષક બંગલો આંખ સામે આવી જીય અને પહેલો પ્રશ્ન મનમાં આજ ઊઠે કે ‘કેટલાનો બન્યો હશે?' રસ્તા પરથી પસાર થઈ રહેલાં આકર્ષક ગાડી દેખાઈ જતાં મનમાં પહેલો પ્રશ્ન જ ઊઠે કે 'કેટલામાં આવી હશે?" કોકના ઘરમાં રહેલ આકર્ષક ફર્નિચર ોતાવેંત મનમાં પહેલો પ્રશ્ન આ જ ઊઠવા લાગે કે 'કેટલામાં બન્યું હશે ?' જવાબ આપો. આ માનવ શરીર, એમાં ગોઠવાઈ ગયેલ આંખ, કાન, પગ, હાય, અને મન એ બધાંયનાં દર્શને-ઉપયોગે મનમાં આ પ્રશ્ન ક્યારેય ઊઠ્યો ખરો કે “આ બધાંયની કિંમત કેટલી ?' કદાચ એમ લાગે છે કે આ પ્રશ્ન ક્યારેય ઊઠ્યો નથી એવું જ આ પરિણામ છે કે આંખ ટી.વી. સામે, પગ થિયેટર તરફ, કાન નિંદામાં, મન દુર્વિકલ્પમાં અને શરીર આખું ય પાપો તરફ વળી ગયું છે. ૯૪

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100