Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 79
________________ સમ્યક્દેશ્યો જોઈએ કે સમ્યફદર્શન ? ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એ રહેતો હતો અને ઉદ્યાન નિહાળતા રહેવાના એના મનનાં અરમાનો હતા! એ દુ:ખી ન થાય તો બીજું શું થાય? જ્યાં એ રહેતો ત્યાં એના ઘરની બંને બાજુ ખુલ્લી ગટર હતી અને એ ઇચ્છતો હતો કે ચોવીસેય કલાક પુષ્પોની સુવાસ મને અનુભવવા મળે ! એ વ્યથા ન અનુભવતો રહેતો બીજું થાય શું? વિલાસના અને વાસનાના વાતાવરણ વચ્ચે જ રહેવાનું આપણાં લમણે ઝીંકાયેલું છે અને આપણે ઇચ્છીએ છીએ કે ચોવીસેય કલાક મને પવિત્ર દશ્યો જ જોવા મળતા રહે!લમણે હતાશા નઝીંકાતી રહે તો બીજું થાય શું? જવાબ આપો. આપણી ઇચ્છા કઈ ? સતત સમ્યક દશ્યો જ જોવા મળતા રહે એ કે પછી આપણે સમ્મદર્શનના સ્વામી બની જઈએ એ? આપણા પ્રયાસો શેના? સમ્યક દશ્યોને નિર્માણ કરવાના કે પછી સમ્યકદર્શનને પામી જવાના? યાદ રાખજો . એકમાં સફળતા સંદિગ્ધ છે. બીજામાં નિષ્ફળતા સંદિગ્ધ છે.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100