Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 85
________________ સુખપ્રાતિ : આશ્ચર્ય ! મંદીમાં કમાણી એ “આશ્ચર્ય' જ લાગે ને ? દૂષિત વાતાવરણ વચ્ચે ‘તંદુરસ્તી” એ કમાલ જ લાગે ને ? રણપ્રદેશમાં મીઠા પાણીનું ‘સરોવર’ એ ચમત્કાર જ લાગેને? જવાબ આપો. દુઃખમય આ સંસારમાં આપણને મળી રહેલ ‘સુખ' એ આપણને આશ્ચર્ય લાગે છે ખરું ? ગર્ભપાતની બોલબાલાવાળા આ યુગમાં આપણો થઈ ગયેલ જનમ એ આપણને ‘કમાલ’ લાગે છે ખરું ? રોગોના જન્મદાતા અને જીવનદાતા આજના પ્રદૂષિત વાતાવરણમાં જળવાઈ રહેલ આપણાં શરીરની ‘નિરામય અવસ્થા' આપણને ચમત્કાર લાગે છે ખરી? જો આ તમામ પ્રશ્નોનો આપણો હકારાત્મક પ્રતિસાદ છે તો જ આપણે સ્વસ્થ છીએ. અન્યથા લમણે હતાશાના શિકાર બન્યા રહેવાનું નિશ્ચિત જ છે.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100