Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 84
________________ દુઃખ : આપણી જ અવળચંડાઈ, સુખ : પ્રભુની જ કરુણા કમાલ છે ને આજના માણસની મનોવૃીિ ? પરિવારમાં કોકનાં લગ્ન હોય છે ત્યારે એ જે પત્રિકા લખે છે એમાં એમ છપાવે છે કે “આ લગ્ન અમે નિરધાર્યા છે અને પરિવારમાં કોકનું મરણ થઈ જાય છે ત્યારે એના સમાચાર સગા-વહાલાને પહોંચાડવામાં એ કાળા અક્ષરમાં જે પત્ર લખે છે એમાં એમ લખે છે કે “ભગવાનને ગમ્યું તે ખરું !' જવાબ આપો. આપણને મળતી અનુકૂળતાને આપણે કોને ખાતે ખતવીએ છીએ ? પ્રભુની કરુણા ખાતે કે પછી આપણા બુદ્ધિકૌશલ્યપૂર્ણ પુરુષાર્થ ખાતે? આપણે લમણે ઝીંકાતી પ્રતિકૂળતા વખતે આપણે દોષનો ટોપલો કોના માથે નાખી દઈએ છીએ? આપણાં અવળા પુરુષાર્થ ખાતે? આપણાં પાપકર્મના ઉદય ખાતે કે પછી પ્રભુની ઉપેક્ષા ખાતે? યાદ રાખજો, સુખ બધું જ પ્રભુની કરુણાનું ફળ છે અને દુઃખ બધું જ આપણીઅવળચંડાઈનો અંજામ છે. આ જ સાચો જવાબ છે.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100