Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 78
________________ ઉંદર બિલાડીના શરણે ? ઉંદરને મચ્છર કરડ્યો અને એના ત્રાસથી બચવા એ બિલાડીના શરણે ગયો ! એનું શું થયું હશે એ સુખેથી કલ્પી શકાય છે, સામેથી આવી રહેલ વાઘથી બચવા એ ગાંડીતૂર નદીમાં - પોતાને તરતાં નહોતું આવડતું તોય – કૂદી પડ્યો ! એની હાલત શી થઈ હશે એ કલ્પી શકાય છે. મનનો ખાલીપો પૂરવા ટી.વી.ની સામે ગોઠવાઈ જવું સરળ છે, હતાશાને દૂર કરવા વ્યસનોના ચરણોમાં બેસી જવું સરળ છે, મનની એકલતાને દૂર કરવા ગંદા સાહિત્યને હાથમાં પકડી લેવું સરળ છે, દુઃખથી બચવા પાપના માર્ગ પર દોડતા રહેવું સરળ છે પણ એ તમામનો અંજામ કેટલો બધો ખતરનાક આવવાનો છે એ જાણવા સમજવા માટે તો પ્રભુની દૃષ્ટિને જ કામે લગાડવી પડે. જવાબ આપો. ઘર્મના ફળ માટે આપણે જે રીતે પ્રભુદૃષ્ટિને સ્વીકારી લીધી છે, પાપના ફળને પણ આપણે પ્રભુદૃષ્ટિથી જોવાનું ચાલુ કરી દીધું છે ખરું? ૭૮

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100