Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 75
________________ આકર્ષણ શેને ? રમકડાનું કે દૂધનું ? રમકડાંઓનો ખડકલો હતો એ બાળકની આસપાસ અને છતાં એ બાળકની આંખનાં આંસુ સુકાતાં નહોતાં. કારણ? એની પાસે દૂધ નહોતું. એ બાળકની આસપાસ એક પણ રમકડું નહોતું અને છતાં એની પ્રસન્નતાનો પાર નહોતો. કારણ કે એને પર્યાપ્ત પ્રમાણમાં દૂધ ઉપલબ્ધ હતું. જવાબ આપો. મનને આકર્ષણ શેનું છે? રમકડાંના સ્થાને રહેલ ભૌતિક સામગ્રીઓનું કે પછી સુખના સ્થાને રહેલ દૂધનું? યાદ રાખજો. સાધનની વણઝાર ભોગીઓ પાસે હોય છે જ્યારે સુખની અનુભૂતિ ત્યાગીઓ પાસે હોય છે. રમકડાં જેવી સામગ્રીઓથી થોડાક સમય માટે મનને બહેલાવી શકાય છે પણ પ્રસન્નતાની અનુભૂતિ માટે તો ત્યાગના શરણે ગયાવિના ચાલવાનું જ નથી પૂછજો અંતઃકરણને. રમકડાં કે દૂધ?

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100