Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 35
________________ સંપતિ જેટલી પણ મળે, ઓછી જ લાગે છે ? પેટમાં પધરાવેલા ભોજનનાં દ્રવ્યો જ્યારે વધી ગયાનું અનુભવાય છે ત્યારે પેટમાં રીતસર અકળામણનો અનુભવ થાય છે. પાંચ જ જણને, સમાવી શકતા ઓરડામાં જ્યારે દસ જણને સમાવવામાં આવે છે ત્યારે અકળામણ અનુભવાય જ છે. તૃષા કરતા વધુ પાણી પીવાઈ જવાય છે ત્યારે અકળામણનો અનુભવ થાય જ છે. જવાબ આપો. જરૂરિયાત કરતાં વધુ સંપીિ જ્યારે હાથમાં આવી જાય છે ત્યારે અકળામણનો અનુભવ થાય છે કે ઓડકારનો અનુભવ થાય છે? વિપુલ સંપનુિં સ્વામિત્વ ત્રાસનો અનુભવ કરાવે છે કે હાશનો અનુભવ કરાવે છે? આ પ્રશ્નના જવાબની સામે તમારું એ બયાન તો નથી ને કે “અમને સંપર ગમે તેટલી મળે છે, ઓછી જ લાગે છે, વધુ લાગતી જ નથી પછી અકળામણનો અનુભવ થવાનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે?'

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100