________________
પાપ : બાહ્યસ્વરૂપ આકર્ષક
કબૂલ, ઘરે પધારેલા મુનિ ભગવંતે શરીર પર ધારણ કરેલાં વસ્ત્રો ઠીક ઠીક પ્રમાણમાં મલિન હતા એ છતાં એમનાં દર્શન થતાવેંત હૈયું આનંદવિભોર બની ગયું.
એ વ્યક્તિના કપડાં એકદમ આકર્ષક હતા પણ જ્યાં ખ્યાલ આવ્યો કે ઘરે આવેલ એ વ્યક્તિ ઈન્કમટેક્ષ ઑફિસર છે, હૈયામાં કંપારી છૂટી ગઈ.
જવાબ આપો. ધર્મનું બાહ્ય સ્વરૂપ કષ્ટદાયક હોવાના કારણે મનને એકદમ જામતું નથી
જ્યારે પાપનું બાહ્ય સ્વરૂપ આકર્ષક હોવાના કારણે મન એના તરફ એકદમ ખેંચાઈ જાય છે. પણ વરસોથી પ્રવચનશ્રવણ કરી રહેલા આપણને ધર્મમાં મલિન વસ્ત્રપરિધાન કરી રહેલ મુનિભગવંતનાં અને પાપમાં આકર્ષક વસ્ત્ર પરિધાન કરી રહેલ ઇન્કમટેક્સ ઑફિસરનાં દર્શન જ થાય છે એવું કહી શકવાની સ્થિતિમાં છીએ ખરા?