Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 69
________________ ચિંતા શેની ? મારું શું થશે એની કે પાછળવાળાનું શું થશે એની ? ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે “પપ્પા હવે બે કલાકથી વધારે જીવવાના નથી.” પપ્પાને પોતાને પણ આ હકીકતનો ખ્યાલ આવી ગયો અને છતાં પપ્પા એક જ ચિંતામાં વ્યસ્ત રહ્યા ‘મારા મર્યા પછી સાસરે રહેલ દીકરીનું શું થશે ? અમેરિકા ભણી રહેલ દીકરાનું શું થશે ? ઘરમાં રહેલ મંદબુદ્ધિ દીકરાનું શું થશે? દીકરાની મમ્મીનું શું થશે?” આ જ ચિંતામાં ને ચિંતામાં પપ્પાએ જીવનના આખરી શ્વાસ છોડી દીધા. આપણી જાતને આપણે સમજદાર માનીએ છીએ ને? ધર્મના ક્ષેત્રમાં ઠીક ઠીક આગળ માનીએ છીએ ને? જવાબ આપો. આપણને ચિંતા શેની છે? મારા મર્યા પછી પાછળવાળાનું શું થશે, એની આપણને ચિંતા છે કે પછી મર્યા પછી આગળ મારું શું થશે, એની આપણને ચિંતા છે? પાછળવાળા મારા વિના દુ:ખી થઈ જશે એની ચિંતા આપણા મનનો કબજો. જમાવી બેઠી છે કે પછી ધર્મ વિના હું આગળ દુ:ખી થઈ જઈશ એની ચિંતા આપણા મનને કોરી રહી છે ? પહેલી ચિંતા આપણો પરલોક બગાડી નાખશે જ્યારે બીજી ચિંતા આપણો *, પરલોક સુધારી નાખશે.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100