________________
જીવનમાં તકલીફો વધુ કે અનુકૂળતા ? વરસના છેલ્લા દિવસે એણે હિસાબ મેળવ્યો આવક અને જાવકનો. એના ચહેરા પર પ્રસન્નતા છાઈ ગઈ. કારણ કે જાવક કરતાં આવકનું જે ખાતું હતું એ તગડું હતું. ખર્ચ જેટલો થયો હતો, વર્ષ દરમ્યાન એના કરતાં કમાણી વધુ થઈ હતી. કબૂલ, જીવનમાં તકલીફો છે જ. દુઃખો અને કષ્ટો છે જ. અગવડો અને આપઓિ છે જ પણ, સાથોસાથ સગવડો પણ છે, સુખો અને અનુકૂળતાઓ પણ છે. સુંદર સામગ્રીઓ અને સંયોગો પણ છે. અનુકૂળ પરિવાર અને વફાદાર મિત્રો પણ છે. જવાબ આપો. તકલીફો જે છે જીવનમાં એવધુ છે કે અનુકૂળતાઓ જીવનમાં વધુ છે? જો, તકલીફો કરતાં અનુકૂળતાઓ વધુ હોવાનું અનુભવાય છે તો તકલીફોના ખ્યાલે મન વ્યથિત રહે છે કે અનુકૂળતાનાખ્યાલ આનંદિત?