________________
ડેમના દરવાજા ક્યારેક ખોલવા પણ પડે છે.
ડેમ ભલે ને પાણીના સંગ્રહ માટે જ બાંધવામાં આવે છે. પણ એમ છતાં ય - એમાં દરવાજા તો રાખવામાં આવે જ છે. જ્યાં ડેમમાં પાણીની આવક ધાર્યા કરતા વધી જાય છે ત્યાં ડેમના દરવાજા ક્રમશઃ ખોલી નાખવામાં આવે છે. અને ક્યારેક તો બધા જ દરવાજા ખુલ્લા કરી દેવામાં આવે છે. તાત્પયાર્થ આનો એટલો જ છે કે સંગ્રહ માટે જ જેનું સર્જન થયું હોય, એમાં વિસર્જન માટેની વ્યવસ્થા પણ રાખવી તો પડે જ છે. જવાબ આપો. કબાટમાં રહેલ તિજોરી માટે પણ આ સત્ય એટલું જ લાગુ પડે છે એ વાતમાં મન સંમત છે ખરું? ડેમ છલકાઈ જાય ત્યારે ય દરવાજા ન ખોલવામાં જો જોખમ રહેલું દેખાય છે તો તિજોરી છલકાઈ જાય ત્યારે ય દાનના માર્ગે સંપતિનો વ્યય ન કરવામાં પૂરેપૂરું જોખમ છે એમ મન કહે છે ખરું? ડેમના દરવાજા ખોલી નાખ્યા પછી જે | સ્વસ્થતા સાધીશો અનુભવે છે એવી જ પ્રસન્નતા દાનના માર્ગે સંપતિનો સદ્વ્યય કર્યા પછી આજ સુધીમાં ક્યારેય અનુભવી છે ખરી?