Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 63
________________ આપણે ચિંતિત કેટલા ? એનાં મુખ પર ઊપસી આવેલી ચિંતાની રેખાઓ એટલું જ સૂચવતી હતી કે એ કંઈક મૂંઝવણમાં છે જ! કારણ પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આવકનો આંકડો જાવકના આંકડા કરતાં ખૂબ નાનો હતો. કબૂલ, જીવનમાં ધર્મારાધનાઓ નથી જ એવું નથી, સદ્ગુણોનાં ક્ષેત્રે પણ સાવ દેવાળું જ છે એવું નથી પણ પ્રશ્ન એ છે કે જીવનમાં ધર્મ વધુ છે કે પાપ વધુ છે? ગુણો વધુ છે કે દોષો વધુ છે? જો ધર્મ કરતાં પાપો અને ગુણો કરતાં દોષો વધુ હોવાનું અંતઃકરણ કહેતું હોય તો જવાબ આપો. એ બદલ આપણે ચિંતિત કેટલા? વ્યથિત કેટલા? ત્રસ્ત કેટલા? ઉદ્વિગ્ન કેટલા?

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100