Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 61
________________ ભાડાનાં મકાન પાછળ આ પાગલતા ? જે મકાનમાં એ તો કહતો એ મકાન ખાસ્સું એવું મોટું હતું. છતાં એના ચહેરા પર તાજગી નહોતી, ઉદાસીનતા હતી. કારણ ? એ મકાન ભાડાનું હતું. શરીર પર એણે જે ઘરેણાં પહેર્યા હતા એ ઘરેણાં કદાચ લાખોની કિંમતના હતા છતાં એના મુખ પર કોઈ ચમક નહોતી. કારણ ? એ ધરેણાં ઉછીનાં લાવેલા હતા. કબૂલ, શરીર આપણું અલમસ્ત હોવાની સાથે આકર્ષક પણ છે. તંદુરસ્ત હોવાની સાથે કમનીય પણ છે, સશક્ત હોવાની સાથે રૂપાળું પણ છે. પણ જવાબ આપો. આ શરીર ભાડાનું છે એનો આપણને ખ્યાલ ખરો ? ભાડાના મકાનમાં વરસો સુધી રહેવા છતાં મકાનમાલિક તમને એમાંથી બહાર ન કાઢી શકે એ બને પણ ભાડાના આ શરીરને આપણે કોઈ પણ પળે ખાલી કરી જ આપવું પડશે એનો આપણને સ્પષ્ટ ખ્યાલ ખરો? જો હા, તો પછી આ શરીર પાછળ આટલી બધી પાગલના શેની? ૧

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100