________________
ભાડાનાં મકાન પાછળ આ પાગલતા ?
જે મકાનમાં એ તો કહતો એ મકાન ખાસ્સું એવું મોટું હતું.
છતાં એના ચહેરા પર તાજગી નહોતી, ઉદાસીનતા હતી. કારણ ? એ મકાન ભાડાનું હતું. શરીર પર એણે જે ઘરેણાં પહેર્યા હતા એ ઘરેણાં કદાચ લાખોની કિંમતના હતા છતાં એના મુખ પર કોઈ ચમક નહોતી.
કારણ ? એ ધરેણાં ઉછીનાં લાવેલા હતા.
કબૂલ, શરીર આપણું અલમસ્ત હોવાની સાથે આકર્ષક પણ છે. તંદુરસ્ત હોવાની સાથે કમનીય પણ છે, સશક્ત હોવાની સાથે રૂપાળું પણ છે. પણ જવાબ આપો.
આ શરીર ભાડાનું છે એનો આપણને ખ્યાલ ખરો ? ભાડાના મકાનમાં વરસો સુધી રહેવા છતાં મકાનમાલિક તમને એમાંથી બહાર ન કાઢી શકે એ બને પણ ભાડાના આ શરીરને આપણે કોઈ પણ પળે ખાલી કરી જ આપવું પડશે એનો આપણને સ્પષ્ટ ખ્યાલ ખરો? જો હા, તો પછી આ શરીર પાછળ આટલી બધી પાગલના શેની?
૧