Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 48
________________ આત્માને સાચવી લેવા ત્યાગ માટે મન તૈયાર ? તબિયત અચાનક એકદમ બગડે છે અને માણસ નજીકમાં રહેલ દવાખાને પહોંચી જઈને અજાણ્યા એવા પણ ડૉક્ટરને પોતાની તબિયત બતાવીને એ માગે એટલા રૂપિયા આપી દે છે. ઑફિસમાં અચાનક “રેડ’ પડે છે અને માણસ અજાણ્યા એવા પણ ઑફિસરના હાથમાં બે-પાંચ લાખ પકડાવી દેવા તૈયાર થઈ જાય છે. પ્રશ્ન તો મનમાં એ ઊઠે છે કે તબિયત સાચવવા અજાણ્યા , ડૉક્ટરને અને પૈસા સાચવવા અજાણ્યા ઑફિસરને બે-પાંચ લાખ પકડાવી દેવા તૈયાર થઈ જતો માણસ પોતાના આત્માને સાચવી લેવા, પોતાના હૃદયના કોમળ ભાવોને સાચવી લેવા અજાણ્યા ગરીબ માણસને કે ભિખારીને બે-પાંચ રૂપિયા આપી દેવા તૈયાર કેમ નહીં થતો હોય? અંતઃકરણ પાસેથી આ પ્રશ્નનો જવાબ મેળવી લેજો.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100