Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ જીવનશેલી મધ્યાહ્ન જેવી ? સૂર્યને ઉદયાચલે જોયો છે ને ? એને નમસ્કાર કરનારાઓ કદાચ લાખોની સંખ્યામાં છે. એને અસ્તાચલે જોયો છે ને? એનાં દર્શન કરવા જનારાઓ કદાચ હજારોની સંખ્યામાં છે પણ સબૂર ! એ જ્યારે મધ્યાહ્ન હોય છે ત્યારે નથી તો કોઈ એને નમસ્કાર કરતું કે નથી તો કોઈ એનાં દર્શન કરતું. કદાચ અચાનક કોકની નજર એના પર પડી પણ જાય છે તો ય તુર્ત જ એ ત્યાંથી પોતાની ! નજર પાછી ખેંચી લે છે. કારણ ? મધ્યાહ્નનો સૂર્ય માત્ર પ્રકાશ જ નથી આપતો, સાથે ગરમી પણ | ફેંકે છે. લોકો પ્રકાશ ઇચ્છે છે. ગરમી નથી ઇચ્છતા! જવાબ આપો. આપણી પોતાની જીવનશૈલી આપણે કેવી બનાવી છે? ઉદયાચલઅસ્તાચલ જેવી કે મધ્યાહ્ન જેવી? આપણે સહુને પ્રકાશ જ આપી રહ્યા છીએ કે પ્રકાશ સાથે ઉગ્રતા અને ઉષ્ણતા પણ આપી રહ્યા છીએ? આપણી નજીક રહેવા ઇચ્છનારો વર્ગવધુ છે કે આપણાથી , દૂર રહેવા ઇચ્છનારો વર્ગવધુ છે?

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100