________________
ધર્મકાર્યો : લગ્નના વરઘોડામાં ચાલતા જાનૈયાની જેમ
વરઘોડો લગ્નનો હતો. પબ્લિક ચિક્કાર હતી પણ જાનૈયાઓ બધા જ ધીમે ધીમે અને પ્રસન્નતાપૂર્વક એમાં ચાલતા હતા.
પ્રસંગ સ્મશાનયાત્રાનો હતો. પબ્લિક એમાં ય ઘણી હતી પરંતુ ડાઘુઓ સહિત સહુ એમાં ઉતાવળે ઉતાવળે અને ઉદ્વિગ્નતાપૂર્વક ચાલતા હતા.
જવાબ આપો. પરોપકારના કે ધર્મારાધનાના, ત્યાગના કે સેવાના જીવનમાં જે પણ કાર્યો આપણે કરીએ છીએ એ બધાં જ કાર્યો લગ્નના વરઘોડામાં ચાલતા જાનૈયાઓની જેમ જ આપણે કરીએ છીએ અને સ્વાર્થના કે પાપોનાં જે પણ કાર્યો આપણા જીવનમાં ચાલુ છે એ બધાં જ કાર્યો સ્મશાનયાત્રામાં સામેલ
ડાઘુઓની જેમ જ થાય છે એમ કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા?