Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ ‘રેપર’ કાઢ્યા વિના ચોકલેટનું સેવન ? કલેસાં ખૂબ લગાવ્યા અને છતાં નાવડું ક્યાંય પહોંચ્યું જ નહીં કારણ કે ‘લંગર’ ઉઠાવવાનું જ ભૂલાઈ ગયું હતું. પેડલ ખૂબ લગાવ્યા અને છતાં સાઇકલ ક્યાંય પહોંચી જ નહીં કારણ કે સાઇકલને ‘સ્ટૅન્ડ’ પરથી નીચે ઉતારી દેવાનું જ ભૂલાઈ ગયું હતું. ચૉકલેટ એક કલાક સુધી મોઢામાં રાખી મૂકી અને છતાં સ્વાદનો કોઈ જ અનુભવ ન થયો કારણ કે ચૉકલેટની ઉપરનું ‘રૈપર' કાઢવાનું જ ભુલાઈ ગયું હતું. જવાબ આપો. પ્રભુની પૂજા ચાલુ હોવા છતાં પ્રસન્નતાની અલપઝલપ પણ જો અનુભવનો વિષય નથી બનતી, વરસોથી દાનનો અભ્યાસ ચાલુ હોવા છતાં મૂર્છામાં જો આંશિક પણ કડાકો બોલાયો હોવાનું નથી અનુભવાતું, સામાયિકની સાધના રોજની ચાલુ હોવા છતાં સમત્વભાવની હૃદયમાં આંશિક પણ પ્રતિષ્ઠા થયાનું જો નથી અનુભવાતું તો ત્યાં પૂજા વગેરેની તાકાત પર શંકા પેદા થઈ જાય છે કે પછી આપણાં જ ખુદના મનનો અભિગમ આપણે સમ્યક નથી બનાવી શક્યા એના પર નજર જાય છે ? ૪૧

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100