Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ ભોજન પછી તો ભૂખ શમી જ જાય ને ? ભૂખ સખત લાગી હતી પણ પેટમાં ભોજનનાં દ્રવ્યો ગયા અને ભૂખ સમાપ્ત થઈ ગઈ. થાક સખત લાગ્યો હતો પણ બેસવા માટે ગાડી મળી ગઈ અને થાક ઊતરી ગયો. તરસ સખત લાગી હતી પણ પાણી મળી ગયું પીવા અને તૃષા શાંત થઈ ગઈ. મનમાં ક્રોધના સંસ્કારો જાલિમ હતા, વાસનાની સતામણી પણ ઓછી તો નહોતી જ, લોભવૃીિ પણ સતેજ હતી, સ્વચ્છંદતાનું જોર પણ ઠીકઠીક પ્રમાણમાં હતું પણ પ્રભુનાં વચનો સાંભળ્યા અને એ તમામ દોષોમાં ઠીકઠીક પ્રમાણમાં કડાકો બોલાઈ જ ગયો, એમ કહી શકવાની સ્થિતિમાં આપણું અંતઃકરણ ખરું ? ભોજન પછી ભૂખ શમી જ જાય તો પ્રવચનશ્રવણ પછી દોષો ઘટી જાય એવું નહીં? ૩૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100