Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ , એ ચોર આવે ત્યારે ચોકીદાર ભાગી જાય ? ચોકીદારને પગાર આપતા હો તમે ૫000નો અને ખરેખર ચોર આવે ત્યારે એ ચોકીદાર જો ભાગી જ જતો હોય તો એ ચોકીદારને તમે નોકરી પર ચાલુ રાખો ખરા? જો ના, તો પ્રલોભનોની ઉપસ્થિતિમાં મન ખેંચાઈ જાય પ્રલોભનોમાં, આચરી બેસે અકાર્ય, કરી બેસે પાપ અને જીવન ખરડાઈ જાય દુષ્કાર્યોથી, આવું કાંઈ જ ન બને એ માટે આપણે સ્વીકારતા હોઈએ વ્રત-નિયમો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારી લેતા હોઈએ નિયંત્રણો પરંતુ આંખ સામે પ્રલોભનો ઉપસ્થિત થતાં જ મન જો નિઃસત્વ બનીને વ્રત-નિયમો તોડી બેસતું હોય અને નિયંત્રણો ફગાવી બેસતું હોય તો પછી સ્વીકારેલા એ વ્રત-નિયમોનું કરવાનું શું? - ટૂંકમાં, ચોર આવે ત્યારે ચોકીદારે જો એ ચોરને હડસેલી જ દેવો જોઈએ તો પ્રલોભનો ઉપસ્થિત થાય ત્યારે વ્રત-નિયમોએ એ પ્રલોભનોને પડકારવા જ જોઈએ. આ બાબતમાં આપણે ‘પાસ’ ખરા?

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100