________________
,
એ
ચોર આવે ત્યારે ચોકીદાર ભાગી જાય ?
ચોકીદારને પગાર આપતા હો તમે ૫000નો અને ખરેખર ચોર આવે ત્યારે એ ચોકીદાર જો ભાગી જ જતો હોય તો એ ચોકીદારને તમે નોકરી પર ચાલુ રાખો ખરા?
જો ના,
તો પ્રલોભનોની ઉપસ્થિતિમાં મન ખેંચાઈ જાય પ્રલોભનોમાં, આચરી બેસે અકાર્ય, કરી બેસે પાપ અને જીવન ખરડાઈ જાય દુષ્કાર્યોથી, આવું કાંઈ જ ન બને એ માટે આપણે સ્વીકારતા હોઈએ વ્રત-નિયમો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારી લેતા હોઈએ નિયંત્રણો પરંતુ આંખ સામે પ્રલોભનો ઉપસ્થિત થતાં જ મન જો નિઃસત્વ બનીને વ્રત-નિયમો તોડી બેસતું હોય અને નિયંત્રણો ફગાવી બેસતું હોય તો પછી સ્વીકારેલા એ વ્રત-નિયમોનું કરવાનું શું? - ટૂંકમાં, ચોર આવે ત્યારે ચોકીદારે જો એ ચોરને હડસેલી જ દેવો જોઈએ તો પ્રલોભનો ઉપસ્થિત થાય ત્યારે વ્રત-નિયમોએ એ પ્રલોભનોને પડકારવા જ જોઈએ. આ બાબતમાં આપણે ‘પાસ’ ખરા?