________________
ડિક્ષનરીમાં ન છપાયેલા શબ્દો નથી જ બોલવા. નક્કી ?
જેના નામનું તમારા ચોપડામાં ખાતું જ ન હોય એની પાસે તો તમે ૨કમ માગવા ન જ જાઓ ને?
જે બૅન્કમાં તમારો એક રૂપિયો ય જમા ન હોય એ બૅન્કમાં જઈને તમે તમારો ચેક તો કૅશિયરને ન જ આપો ને? જે સામાન પર તમારું નામ જ ન હોય એ સામાન ઉઠાવીને તમે ટ્રેનમાં બેસવાનો પ્રયાસ તો ન જ કરો ને? જેની સાથે તમારે બોલવા વ્યવહાર જ ન હોય એની સાથે તમે રસ્તા વચ્ચે તડાફડી તો ન જ કરવા લાગો ને? એક કામ કરવું છે? તમે નક્કી કરી દો. ડિક્ષનરીમાં જે શબ્દો છપાયા જ નહીં હોય એવા શબ્દોનો પ્રયોગ હું જિંદગીમાં ક્યારેય નહીં કરુ! કટોકટી ચાહે ગમે તેવી આવી જશે, સામી
વ્યક્તિ તરફથી હેરાનગતિ ચાહે ગમે તેવી થશે, નુકસાની ગમે તેવી | લમણે ઝીંકાશે પણ મોઢામાંથી એ શબ્દો તો નહીંજ નીકળે કે જે 1 ડિક્ષનરીમાં નહીંછપાયા હોય ! નક્કી?