Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ સાચે જ આપણે ત્રાસ્યા છીએ ? વાળ કપાવવા જ છે મારે અને એટલે જ હજામને માથું સોંપી દેતા મને કોઈ જ હિચકિચાટ થતો નથી. રોગજન્ય વેદનાથી મુક્ત થવું જ છે મારે અને એટલે જ ઑપરેશન ટેબલ પર સૂઈ જઈને ડૉક્ટરને શરીર સોંપી દેતા મને કોઈ તકલીફ થતી નથી. ચોક્કસ સ્થળે પહોંચવું જ છે મારે અને એટલે જ રિક્ષા ડ્રાઇવરને જીવન સોંપી દેતા મને બીજો કોઈ જ વિચાર આવતો નથી. જવાબ આપો. સાચે જ આપણે વાસનાની સતામણીથી ત્રાસ્યા છીએ? ક્રોધના વારંવારના હુમલાઓથી આપણે સાચે જ હેરાન છીએ ? લોભ આપણા માટે સાચે જ અસહ્ય બની રહ્યો છે? આ તમામ પ્રશ્નોનો જવાબ જો ‘હા’ હોત તો દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી લેવામાં આપણને કોઈ પરિબળપ્રતિબંધક બન્યું નહોત!

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100