________________
સાચે જ આપણે ત્રાસ્યા છીએ ?
વાળ કપાવવા જ છે મારે અને એટલે જ હજામને માથું સોંપી દેતા મને કોઈ જ હિચકિચાટ થતો નથી. રોગજન્ય વેદનાથી મુક્ત થવું જ છે મારે અને એટલે જ ઑપરેશન ટેબલ પર સૂઈ જઈને ડૉક્ટરને શરીર સોંપી દેતા મને કોઈ તકલીફ થતી નથી.
ચોક્કસ સ્થળે પહોંચવું જ છે મારે અને એટલે જ રિક્ષા ડ્રાઇવરને જીવન સોંપી દેતા મને બીજો કોઈ જ વિચાર આવતો નથી.
જવાબ આપો.
સાચે જ આપણે વાસનાની સતામણીથી ત્રાસ્યા છીએ? ક્રોધના વારંવારના હુમલાઓથી આપણે સાચે જ હેરાન છીએ ? લોભ આપણા માટે સાચે જ અસહ્ય બની રહ્યો છે? આ તમામ પ્રશ્નોનો જવાબ જો ‘હા’ હોત તો દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી લેવામાં આપણને કોઈ પરિબળપ્રતિબંધક બન્યું નહોત!