Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ પ્રભુ ! મને એ દુર્જનતાથી તું દૂર જ રાખજે માથા પછાડવાનું મન થાય, રાતોની રાતો તરફડતા રહીને પસાર કરવી પડે, મરવાની સતત ઇચ્છા થયા કરે અને છતાં મોત આવે જ નહીં, આંખમાંથી વહેતાં આંસુ અટકવાનું નામ લે જ નહીં” આવી વેદના કૅન્સરના દર્દીને હોય છે. સાચું બોલો. આવું સાંભળતા એમ થાય જ ને કે આવા દર્દનો શિકાર હે ભગવાન ! હું ક્યારેય ન જ બને એવી કરુણા તું વરસાવજે ! હવે જવાબ આપો. પ્રભુ પાસે જવાનું મન ન થાય, પૈસા ખાતર સગા બાપ સાથે ય દુશ્મનાવટ કરવાનું મન થાય, સગી બહેનને ય વિકારી નજરે જોવાની દુર્બુદ્ધિ જાગે, ભક્ષ્યાભઢ્યનો કે પેયાપેયનો કોઈ વિવેક જ ન રહે” આવાં લક્ષણો દુર્જનના હોય છે. આવું જ્યારે પણ સાંભળવા મળે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવાનું મન થાય જ ને કે હે પ્રભુ! આવી દુર્જનતાથી તું મને બચાવતો જ રહેજે. માત્ર આ જનમ માટે જ નહીં, જનમજનમ માટે!” ૩ ૬

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100