________________
મોત વખતે સમાધિ શે ટકશે ?
કપડાં જેમ જેમ જૂનાં થતાં જાય છે, એના પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે. ગાડી ખરીદ્યા પછી જેમ જેમ દિવસો પસાર થાય છે, એના પ્રત્યેના મોહમાં ઓટ આવવા જ લાગે છે. બંગલો જેમ જેમ જૂનો થતો જાય છે, એના પ્રત્યેના રાગભાવમાં કડાકો બોલાતો જ જાય છે. એટલું જ નહીં, આજે જેનું મોઢું જોયા વિના ચેન નથી પડતું એ પત્ની પ્રત્યેનું આકર્ષણ પણ સમય જતાં ઘટતું જ જાય છે. પણ સબૂર !
શરીરની બાબતમાં અનુભવ આનાથી બિલકુલ વિપરીત જ છે. શરીર જેમ જેમ જૂનું થતું જાય છે, એના પ્રત્યેનો રાગ ઘટવાની વાત તો દૂર રહી, એના પ્રત્યેનો રાગ વધુ ને વધુ મજબૂત થતો જાય છે, એને સાચવતા રહેવાની અને પંપાળતા રહેવાની વૃદ્ધિ વધુ ને વધુ બલવાર બનતી જાય છે.
જવાબ આપો. આ જ મનઃસ્થિતિ છે આપણી ? જો હા, તો મોત વખતની સમાધિનું શું થશે એની ચિંતા આપણી ચાલુ છે ખરી ? જો ના, તો પરલોકમાં આપણે જશું ક્યાં ?