________________
નિર્ભયતા : નફટાઈના ઘરની કે નિર્દોષતાના ઘરની ?
ભીખારીને ચોરનો ડર ન હોય એ જુદી વાત છે અને સિંહને સસલાનો ડર ન હોય એ જુદી વાત છે. નફફટને સમાજનો ડર ન હોય એ જુદી વાત છે અને પવિત્ર પુરુષ કોઈના બાપથી ય ન ડરતો હોય એ જુદી વાત છે. વેશ્યા કોઈ પણ પુરુષથી નડરતી હોય એ જુદી વાત છે અને સતીત્વના તેજથી ઝળહળતી સીતા જેવી કોક સતી સ્ત્રી રાવણ જેવા બળવાન પુરુષથી ય ન ડરતી હોય એ જુદી વાત છે. નાગો અને પાછો ગાંડો માણસ પૉલીસથી ન ડરતો હોય એ જુદી વાત છે અને નિર્દોષ માણસ પૉલીસથી ડરતો હોય એ જુદી વાત છે.
જવાબ આપો.
આપણે નિર્ભય છીએ ખરા? જો હા, તો આપણી નિર્ભયતા નફફટાઈના ઘરની છે કે નિર્દોષતાના ઘરની ? નાસ્તિકતાના ઘરની છે કે પવિત્રતાના ઘરની? ગુણક્ષેત્રે સર્વથા દરિદ્રતાના ઘરની છે કે ગુણક્ષેત્રે શિખર પર આરુઢ છીએ એની છે? પાપભય નથી એની છે કે જીવનમાં પાપ જ નથી એની છે?