Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 20
________________ સલાહ કોની ? ધંધા વગેરેના કારણે જેને સતત બહાર જ ફરતા રહેવું પડે છે એ માણસ રોજ ભલે ‘લૉજ'માં જમતો હોય છે પરંતુ એ જ માણસનું જ્યારે પેટબગડે છે ત્યારે એલૉજછોડીને ઘરમાં જમવાનું શરૂ કરે છે. કારણ ? લૉજમાં જે હોય તે ખાઈ લેવું પડતું હોય છે જ્યારે ઘરમાં પોતાનું પેટન બગડે એવાં દ્રવ્યો એ ખાઈ શકતો હોય છે. જવાબ આપો. સંસારના આ બજારમાં ચાલુ સંયોગોમાં ભલે આપણે ગમે તેવી વ્યક્તિનાં સલાહ સૂચનો સ્વીકારીને આપણું જીવન ગબડાવતા રહીએ છીએ પરંતુ જીવનમાં જ્યારે કોઈ તકલીફ ઊભી થાય છે, વ્યક્તિ સાથે દુશ્મનાવટ ઊભી થઈ જવાના સંયોગો ઊભા થઈ જાય છે, મન ક્રૂર વિચારોનું શિકાર બની જાય છે ત્યારે તો આપણે આપ્તપુરુષોની-શિષ્ટપુરુષોની કે ગુરુદેવની સલાહ જ લઈએ છીએ અને એમની સલાહાનુસાર જ તકલીફોના નિવારણમાં આગળ વધીએ છીએ એ નક્કી ખરું? ૨૦

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100