Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ સમાધાન ખરું ? ચેક બરાબર-સહી બરાબર-બૅન્ક બરાબર અને છતાં ય એ ચેક પર રકમ ન મળી ત્યારે ખ્યાલ આવી ગયો કે ખાતામાં બેલેન્સ જ ન હોય તો રકમ ક્યાંથી મળે? ગાડી બરાબર, સ્ટીઅરિંગ બરાબર, બધાં જ મશીન બરાબર, ડ્રાઇવર બરાબર અને છતાં ગાડી ચાલી જ નહીં ત્યારે ખ્યાલ આવી ગયો કે ગાડીમાં પેટ્રોલ જ ન હોય તો ગાડી ચાલે જક્યાંથી? જવાબ આપો. સમ્યક પુરુષાર્થ પછી યતે-તે ક્ષેત્રમાં લમણે જ્યારે નિષ્ફળતા ઝીંકાય છે - પેમેન્ટ આવતું નથી, ધંધો જામતો નથી, શરીરમાંથી રોગ જવાનું નામ લેતો નથી, પરિવાર અનુકૂળ થતો નથી, આજ્ઞા કોઈ માનતું નથી - ત્યારે મન સમાધિમાં રહે છે કે પછી સંક્લેશગ્રસ્ત જ રહે છે? નિષ્ફળતામાં અન્ય પરિબળોને જવાબદાર માનીને મન તનાવગ્રસ્ત રહે છે કે પછી “મારી પાસે પુણ્યની મૂડી જ ન હોય ત્યાં લમણે નિષ્ફળતા ન ઝીંકાય તો બીજું થાય શું?' આ વિચારે મન હળવુંફૂલ રહે છે?

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100