________________
સમાધાન ખરું ?
ચેક બરાબર-સહી બરાબર-બૅન્ક બરાબર અને છતાં ય એ ચેક પર રકમ ન મળી ત્યારે ખ્યાલ આવી ગયો કે ખાતામાં બેલેન્સ જ ન હોય તો રકમ ક્યાંથી મળે? ગાડી બરાબર, સ્ટીઅરિંગ બરાબર, બધાં જ મશીન બરાબર, ડ્રાઇવર બરાબર અને છતાં ગાડી ચાલી જ નહીં ત્યારે ખ્યાલ આવી ગયો કે ગાડીમાં પેટ્રોલ જ ન હોય તો ગાડી ચાલે જક્યાંથી? જવાબ આપો. સમ્યક પુરુષાર્થ પછી યતે-તે ક્ષેત્રમાં લમણે જ્યારે નિષ્ફળતા ઝીંકાય છે - પેમેન્ટ આવતું નથી, ધંધો જામતો નથી, શરીરમાંથી રોગ જવાનું નામ લેતો નથી, પરિવાર અનુકૂળ થતો નથી, આજ્ઞા કોઈ માનતું નથી - ત્યારે મન સમાધિમાં રહે છે કે પછી સંક્લેશગ્રસ્ત જ રહે છે? નિષ્ફળતામાં અન્ય પરિબળોને જવાબદાર
માનીને મન તનાવગ્રસ્ત રહે છે કે પછી “મારી પાસે પુણ્યની મૂડી જ ન હોય ત્યાં લમણે નિષ્ફળતા ન ઝીંકાય તો બીજું થાય શું?' આ વિચારે મન હળવુંફૂલ રહે છે?