Book Title: Laboratary Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ પરિવારને પાપમાર્ગે વાળી દેવા તૈયાર ? જેઓના જીવનમાં ધર્મ જેવી કોઈ ચીજ નથી અને પાપો પાર વિનાનાં છે એવા માણસોનાં સુખો [3] ને જોઈને મન વારંવાર એક વિચારનું ભોગ બની જાય છે ને કે ‘પાપીઓ આ જગતમાં જલસા કરે છે અને ધર્મીઓ બધારિબાય છે.' એક પ્રશ્નનો જવાબ આપશો? સાચે જ જો તમને એમ લાગી રહ્યું છે કે પાપીઓ જ સુખી છે અને ધર્મીઓ દુઃખી જ છે. તો તમારા સમસ્ત પરિવારને એક વાર બેસાડીને તમે એમ કહી દેવા તૈયાર છો ખરા કે “આપણે બધાએ હવે ધર્મ છોડીને પાપને માર્ગે જ વળી જવાનું છે! કારણ કે દુઃખી આપણે થવું નથી અને ધર્મના માર્ગે દુઃખ સિવાય કાંઈ છે નહીં. સુખી આપણે થવું છે અને પાપના માર્ગે સુખ જ સુખ છે!” આ માટે તમે તૈયાર?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 100