Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ - તો ય ધર્મારાધના ચાલુ જ ? તંદુરસ્તી મળી જ જવાની બાયંધરી ડૉક્ટર નથી પણ આપતા અને છતાં હું ડૉક્ટર પાસે જઈને દવા લઉં છું. કેસ જીતાડી દેવાની ગેરેન્ટી વકીલ નથી પણ આપતા તો ય મારો કેસ એમને હું સોંપું જ છું. સહીસલામત ઇચ્છિત સ્થળે પહોંચાડી દેવાની બાયંધરી ટૅક્સીડ્રાઇવર નથી પણ આપતો તોય હું ટૅક્સીમાં મુસાફરી કરું જ છું. જવાબ આપો. અધ્યાત્મજગતમાં પણ આપણો આ જ અભિગમ છે એમ કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા? ભલે, પ્રસન્નતાની બાયંધરી નથી મળી પણ પ્રભુપૂજા ચાલુ જ છે. ભલે સમતાની ગૅરન્ટી નથી મળી પણ સામાયિક ચાલુ જ છે. ભલે સંકલ્પ-વિકલ્પનાશની બાયંધરી નથી મળી પણ સ્વાધ્યાય ચાલુ જ છે. આમ આપણે કહી શકીએ તેમ છીએ ખરા?

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100