________________
- તો ય ધર્મારાધના ચાલુ જ ? તંદુરસ્તી મળી જ જવાની બાયંધરી ડૉક્ટર નથી પણ આપતા અને છતાં હું ડૉક્ટર પાસે જઈને દવા લઉં છું. કેસ જીતાડી દેવાની ગેરેન્ટી વકીલ નથી પણ આપતા તો ય મારો કેસ એમને હું સોંપું જ છું. સહીસલામત ઇચ્છિત સ્થળે પહોંચાડી દેવાની બાયંધરી ટૅક્સીડ્રાઇવર નથી પણ આપતો તોય હું ટૅક્સીમાં મુસાફરી કરું જ છું. જવાબ આપો. અધ્યાત્મજગતમાં પણ આપણો આ જ અભિગમ છે એમ કહી શકવાની
સ્થિતિમાં આપણે છીએ ખરા? ભલે, પ્રસન્નતાની બાયંધરી નથી મળી પણ પ્રભુપૂજા ચાલુ જ છે. ભલે સમતાની ગૅરન્ટી નથી મળી પણ સામાયિક ચાલુ
જ છે. ભલે સંકલ્પ-વિકલ્પનાશની બાયંધરી નથી મળી પણ સ્વાધ્યાય ચાલુ જ છે. આમ આપણે કહી શકીએ તેમ છીએ ખરા?