________________
ઝેરના આપણે સંગ્રાહક ?
એમ તો ખિસકોલી પણ જમીન પર જ ચાલતી-દોડતી રહે છે અને સર્પ પણ જમીન પર જ ચાલતો-ભાગતો રહે છે. આમ છતાં આપણે ખિસકોલીથી બિલકુલ ડરતા નથી જ્યારે સર્પ દૂરથી પણ નજરે ચડી જાય છે અને આપણે ભાગી છૂટીએ છીએ. કારણ? એક જ. ઝેરનો સંગ્રહ કરવાનું કામ સર્પ કરતો હોય છે, ખિસકોલી નહીં.
જવાબ આપો.
અનંતજ્ઞાનીઓએ ક્રોધને, વૈરને અને હિંસાને ઝેરની ઉપમા આપી છે એ આપણા ખ્યાલમાં ખરું? સર્પના શરીરમાં સંગ્રહિત થયેલું ઝેર ગમે તેટલું કાતિલ હશે તો ય એ ઝેરથી સર્પ તો નથી જ મરતો જ્યારે જીભ પર પ્રગટ થતું ક્રોધનું ઝેર, મનમાં સંગ્રહિત થતું વૈરનું ઝેર, આંખમાં ઝબકતું હિંસાનું ઝેર તો એના સંગ્રહ કરનારને જનમોજનમ મારતું રહે છે એનો આપણને ખ્યાલ ખરો? જો હા, તો એ ઝેરના આપણે સંગ્રાહક નથી જ એનિશ્ચિત ખરું?