________________
અપરિચિતની નિંદામાં આપણે સામેલ ?
પૉસ્ટમૅને તમારા ઘરે આવીને પૂછ્યું, “ચીમનભાઈ તમારું જ નામ?” અને તમે ના પાડી. ‘મારું નામ તો રમેશભાઈ છે’ અને પૉસ્ટમૅન પોતાના હાથમાં રહેલ ચીમનભાઈના નામની ટપાલ લઈને આગળ નીકળી ગયો. જવાબ આપો. જેનો તમને પરિચય જ નથી, જેને તમે ક્યારેય મળ્યા પણ નથી, જેણે તમારા જીવનમાં કોઈ હસ્તક્ષેપ કર્યો જ નથી એવી વ્યક્તિ માટે તમારા કાને ગમે તેવી નબળી વાત આવે, હલકી વાતો આવે તો તમે એને ગાળો ન જ આપો, એની નિંદા ન જ કરો, એની થઈ રહેલ બદનામીમાં સામેલન જ થઈ જાઓ એ નક્કી ખરું? અપરિચિત વ્યક્તિની ટપાલ તમે ન લો તો પછી અપરિચિત વ્યક્તિની થઈ રહેલનિંદામાં તમે સામેલ શું કામ થાઓ?