________________
પ્રભુથી ભય કે પ્રેમ?
પુષ્પથી ડરવાનું તો હું વિચારી ય નથી શકતો કારણ કે પુષ્પ તો સુવાસ અને સૌંદર્ય લઈને બેઠું છે. એનાથી ડરવાનું હોય કે પછી એની પાછળ પાગલ બની જવાનું હોય? એની સાથે તો પ્યાર કરવાનો હોય કે એનાથી ભયભીત થવાનું હોય? અનંત ગુણોના માલિક છે પરમાત્મા. અનંત પુણ્યના માલિક છે પરમાત્મા. ઐશ્વર્યમાં એમનો જો કોઈ જોટો નથી તો ગુણવૈભવમાં ય એમનો કોઈ જોટો નથી. જવાબ આપો. આવા પ્રભુથી આપણે ડરીએ છીએ કે આવા પ્રભુને આપણે ચાહીએ છીએ? આવા પ્રભુ પ્રત્યે આપણા હૈયામાં પ્રેમનાં પૂર ઊમટી રહ્યાં છે કે હૃદયમાં એમના પ્રત્યેના ભયસ્થાન જમાવ્યું છે? ભૂલશો નહીં. પ્રેમમય બની ચૂકેલાપ્રભુપ્રત્યે પ્રેમ જ હોય, ભયન જ હોય!