________________
ખબર પડે કે ન પડે - પાપ નહીં જ
પરીક્ષામાં ચોરી કરીને વિદ્યાર્થી પાસ થઈ જવામાં સફળ જરૂર બની ગયો પણ એ હોશિયાર તો ન જ થઈ શક્યો ! ટી-શર્ટ પહેરીને બહાર ફરવાથી યુવક છાતીના કૅન્સરને છુપાવી રાખવામાં સફળ જરૂર બની શક્યો પરંતુ કૅન્સરની વેદનાથી મુક્ત રહેવામાં સફળ તો ન જ બની શક્યો! જવાબ આપો. ચાલાકીના સહારે, બુદ્ધિના બળે અથવા તો પ્રચંડ પુણ્યના ઉદયે પાપ કરવા છતાં ન પકડાઈ જવામાં હું કદાચ સફળ બની શકીશ પરંતુ ભવાંતરમાં એ પાપકર્મને ઉદયમાં આવતું અટકાવવામાં તો મને સફળતા નથી જ મળવાની એ બાબતની આપણને પૂરેપૂરી શ્રદ્ધા ખરી ? એ શ્રદ્ધાને સહારે કોઈને ખબર પડે કે ન પડે, કોઈ જાણે કે ન જાણે, પાપ કરવાથી આપણી જાતને આપણે દૂર જ રાખીએ છીએ એ નક્કીખરું?