________________
આપણી પાસેની ડાયરી કાળી તો નહીં ને ?
એક સજ્જનના હાથમાં પોલીસના ખીસામાંથી પડી ગયેલ ડાયરી આવી ગઈ. ડાયરી ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે એમાં ગામ આખાના જે ‘ઉતાર' માણસો હતા એ તમામનાં નામો હતા. ખૂની, બળાત્કારી, ચોર-લૂંટારુ, લફંગો આ તમામનાં નામોથી ડાયરીનાં એકેએક પાનાં ભરાયેલા હતા. જવાબ આપો. આપણા મનની ડાયરીનાં પાનાંઓ શેનાથી ભરાયેલા છે? એ પાનાં પર દાનેશ્વરીનાં નામો છે કે શ્રીમંતોનાં? તીર્થસ્થાનોનાં નામો છે કે પર્યટન સ્થળોનાં ? પવિત્ર આત્માઓનાં નામો છે કે અભિનેતા અને અભિનેત્રીઓનાં ? ગુણવાન આત્માના નામો છે કે પાપીઓનાં? તપસ્વીઓનાં નામો છે કે ખાઉધરાઓનાં? યાદ રાખજો. પોલીસ પાસે રહેતી ડાયરી ગમે તેટલી કાળી હશે, પોલીસ કાળો નહીં હોય પણ આપણી પાસે રહેલ ડાયરી જો કાળી હશે તો...