________________
જ્યાં શરીર, ત્યાં મન હાજર ખરું?
હતો તો એ સત્કાર સમારંભ પણ એ સત્કાર સમારંભ, એમાં હાજર રહેનાર તમામ માટે બનીગયો મજાક-મશ્કરીનું કારણ ! કારણ? આ જ કે જેનો સત્કાર સમારંભ હતો એ વ્યક્તિ ખુદ જ એ સમારંભમાં ગેરહાજર | હતી ! લોકો તો આપસમાં ત્યાં સુધી ગપસપ કરતા હતા કે “પ્રસંગ જેનો હોય એ ખુદ જ હાજર ન હોય અને બીજા બધા જ હાજર હોય એ પ્રસંગને તો ‘ઉઠમણાં' નો પ્રસંગ કહેવાય, સત્કાર સમારંભનો પ્રસંગ શું કહેવાય? જવાબ આપો. આંગળી આપણી પ્રભુની પ્રતિમા પર જ્યારે પણ હોય છે ત્યારે આપણું મન ત્યાં હાજર હોય જ છે, સામાયિકના કટાસણાં પર જ્યારે આપણે બેઠા હોઈએ છીએ ત્યારે આપણું મન ત્યાં ઉપસ્થિત હોય જ છે, દાન આપતા લંબાયેલા હાથ વખતે મનનો ઉપયોગ એમાં હોય જ છે એમ આપણે કહી શકીએ તેમ છીએ ખરા? યાદ રાખજો. સત્કાર સમારંભ કોઈપણ સંયોગમાં | ઉઠમણાંરૂપ તો ન જ બનવો જોઈએ.
૪૩