________________
પ્રભુને છોડીને અન્યત્ર ક્યાંય દિલ ઠરતું નથી
લાઇટના ગમે તેટલા જબરદસ્ત પ્રકાશ છતાં ય સૂરજમુખી ફૂલ એ પ્રકાશમાં નથી જ ઊગતું. પ્લાસ્ટિકનું પુષ્પ ભલે ને ગજબનાક સૌંદર્ય , લઈને બેઠું છે, ભમરો એ ફૂલ તરફ આકર્ષિત નથી જ થતો. નકલી નોટ ભલે ને એકદમ આકર્ષક દેખાય છે, વેપારી એને સ્વીકારવા , તૈયાર નથી જ થતો. જવાબ આપો. પદાર્થો ગમે તેટલા ચિક્કાર મળવા છતાં ય, આકર્ષક અને અનુકૂળ મળવા છતાં ય આપણે પરમાત્માને છોડીને ક્યાંય ઠરતા નથી અને જામતા નથી, પ્રસન્નતા અનુભવતા નથી અને મસ્તી માણી શકતા નથી એમ કહી શકવાની સ્થિતિમાં સાચે જ આપણું અંતઃકરણ ખરું?