________________
જુનિયર-સિનિયરની વ્યવસ્થા નહીં
વકીલ વરસો સુધી વકીલાત કર્યા બાદ ચાલુ કોર્ટના
ન્યાયાધીશ બને, ચાલુ કોર્ટના ન્યાયાધીશ વરસો સુધી એ જ સ્થાન પર રહ્યા બાદ હાઈકોર્ટના ન્યાયાધીશ બને અને એ જ સ્થાન પર વરસો સુધી રહ્યા બાદ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ બને. આ વ્યવસ્થા સરકારી તંત્રમાં લગભગ બરાબર રીતે ચાલી રહી છે. પરંતુ એક રોગના ક્ષેત્રે અને બીજું મોતના ક્ષેત્રે કર્મસાએ આ વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી નાખ્યા છે. પહેલાં પગ દુઃખે, પછી પેટ દુઃખે, પછી માથું દુઃખે. પછી શરદી થાય, પછી તાવ આવે, પછી ગાંઠ થાય અને પછી જ કૅન્સર થાય, એવો ક્રમ કર્મસાના રાજ્યમાં નથી, તો પહેલાં ૮૦ વરસની વયવાળાનું મોત આવે, પછી ૭૫ વરસની વયવાળાનું મોત આવે, એવો કોઈ ક્રમ પણ કર્મસાએ નક્કી રાખ્યો નથી. કોઈ પણ રોગ એકાએક અને કોઈનું પણ મોત એકાએક. આ વ્યવસ્થા છે કર્મસાના રાજ્યમાં.
જવાબ આપો. કર્મસાની આ વ્યવસ્થા સતત આંખ સામે ખરી?