________________
વેદના છે કે સંતોષ ?
પાંચમા ધોરણમાં બાબો પાંચમી વાર નાપાસ થયો અને તમારો પિડો ફાટ્યો, ‘નાલાયક ! સ્કૂલમાં તું ભણવા જાય છે કે હજામત કરવા?’ અને બાબાએ તમને ઠંડે કલેજે જવાબ આપી દીધો, પપ્પા ! હું ચોથા ધોરણમાં તો નથી આવી ગયો ને?' જવાબ આપો. જીવનમાં આજે જે પણ ધર્મ છે એ આજનો જ છે કે વરસોનો છે? જો વરસોનો એ ધર્મ છે તો આટલાં વરસો બાદ પણ એ ધર્મમાં આપણે વધારો નથી કરી શક્યા એની આપણને વેદના છે કે પછી વરસો પછી ય એ ધર્મ આપણે ટકાવી શક્યા છીએ એ બદલ આપણે સંતુષ્ટ જ છીએ? બાબાએ જો આગલા ધોરણમાં જવું જ જોઈએ તો ધર્મમાં આપણે પણ આગળ વધવું જ જોઈએને?